ટંકારા તાલુકાના સાવડી ગામે રહેતા જવીબેન માવજીભાઇ દુબરીયા ઉવ.૬૨ ગત તા.૧૮/૦૬ ના રોજ પોતાના ઘરે ઇલેક્ટ્રીક વલોણા વડે છાસ બનાવતા હોય તે દરમિયાન જવીબેનને વીજ શોક લાગતા તેમને પરિવારજનો ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે જવીબેનને જોઈ તપાસી મરણ જાહેર કર્યા હતા, જેથી ટંકારા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે