ટંકારામાં આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચુંટણીનું આયોજન કરવામાં આવનાર છે. જે શાંતિમય માહોલમા યોજાઇ તે માટે ટંકારા પોલીસને સખ્ત કાર્યવાહી કરવામાં સૂચના આપવામાં આવી હતી. જે કાર્યવાહી કરતા દરમિયાન રાજકોટનો સજા પામેલ આરોપીને ટંકારા પોલીસે પકડી મધ્યસ્થ જેલ-રાજકોટ હવાલે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની સુચના તથા ડી.વાય.એસ.પી. એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એમ. છાસીયા દ્વારા ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી ગ્રામ પંચાયતની ચુંટણી-૨૦૨૫ શાંતિમય માહોલમા યોજાઇ તે સારૂ જરૂરી સુચનાઓ આપેલ હતી. જે અન્વયે ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમા રહેતા સજા પામેલ તેમજ પકડ વોરંટ વાળા ઇસમોને તાત્કાલીક પકડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન રાજકોટની કોર્ટ દ્વારા ફોજદારી કેશ નં-૩૬૪૫/૨૦૧૯ ના કામે આરોપી મહેશભાઇ મગનભાઇ વામજા રહે.લજાઇ ગામ તા-ટંકારા જી-મોરબી વાળાને ધી નેગોશીયલ ઇન્સ.એકટની કલમ-૧૩૮ ના કામે સજા ફરમાવેલ હોય જે આરોપી નામદાર કોર્ટમા હાજર થયેલ ન હોય જેથી આરોપીનુ રાજકોટ કોર્ટે ફરતુ વોરંટ ઇશ્યુ કરેલ હોય જે વોરંટની ગંભીરતા ધ્યાને લઇને આરોપી અંગે હકિકત મેળવી આરોપી મહેશભાઇ મગનભાઇ વામજા (રહે.લજાઇ ગામ તા-ટંકારા જી-મોરબીવાળા)ને પકડી નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટ આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવા હુકમ કરતા આરોપીને રાજકોટ જેલ હવાલે કરવામા આવ્યો છે
આ કામગીરી ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.છાસીયા, હેડ કોન્સ્ટેબલ આર.એન.કણઝારીયા તથા કોન્સ્ટેબલ રમેશભાઇ ઇશ્વરભાઇ રાઠોડ, દશરથસિંહ હઠુભા જેઠવા, કરણભા વસાભા ગઢવી દ્વારા કરવામાં આવી છે