મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ભડિયાદ કાંટે જવાહર સ્કૂલ પાસે રોડ ઉપર જાહેરમાં ગંજીપત્તાના પાના વડે રૂપિયાની હારજીતના જુગારની મજા માણતા પાંચ પત્તાપ્રેમીઓને પકડી લેવામાં આવ્યા છે, જેમાં આરોપી ખીમજીભાઈ ગોવીંદભાઇ ચૌહાણ ઉવ.૫૩, હરિભાઈ કલાભાઇ મકવાણા ઉવ.૫૨, રાજેશભાઈ મનુભાઈ મુછડીયા ઉવ.૪૨ ત્રણેય રહે. બૌધ્ધનગર શેરી નં.૪, કાદરભાઇ કાસમભાઇ પઠાણ ઉવ.૩૯, ચંદુભાઈ પોપટભાઇ શિહોરીયા ઉવ.૫૪ બન્ને રહે. સો ઓરડી મોરબી-૨ એમ પાંચ જુગારીને રોકડા રૂ.૧૩,૧૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, હાલ બી ડિવિઝન પોલીસે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.