Saturday, June 21, 2025
HomeGujaratમાળીયા(મી): મોરબી-કચ્છ હાઇવે ઉપર વિદેશી દારૂ-બિયર ભરેલી ક્રેટા કાર ઝડપાઇ, ૮.૯૧ લાખનો...

માળીયા(મી): મોરબી-કચ્છ હાઇવે ઉપર વિદેશી દારૂ-બિયર ભરેલી ક્રેટા કાર ઝડપાઇ, ૮.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત.

માળીયા મીંયાણા પોલીસે મોરબી-કચ્છ હાઇવે ઉપર હરીપર બ્રીજ પાસે નાકાબંધી કરીને વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપી પાડી હતી. પોલીસને મળેલ પૂર્વ બાતમીને આધારે વાહન ચેકીંગ કામગીરીમાં હોય તે દરમિયાન ક્રેટા કાર ચાલક આરોપી કાર મૂકી નાસી ગયો હતો. માળીયા(મી) પોલીસે વિદેશી દારૂની ૨૪૨ બોટલ તથા બિયરના ૫૫૨ નંગ ટીન, ક્રેટા કાર સહિત ૮.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી-કચ્છ હાઇવે ઉપર દારૂની હેરાફેરી રોકવાના હેતુથી માળીયા(મી) પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હોય ત્યારે બાતમી મળી હતી કે એક ક્રેટા કાર રજી.નં.જીજે-૦૯-બીએન-૩૦૨૧ હળવદ તરફથી વિદેશી દારૂનો જથ્થો લઇ કચ્છ તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે હરીપર ગામના બ્રીજના નીચે હાઇવે રોડ પર નાકાબંધી ગોઠવી વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું, તે દરમિયાન ક્રેટા કારનો ચાલક દૂરથી પોલીસને જોઈ કાર રેઢી મૂકીને નાસી ગયો હતો. ત્યારે પોલીસે કારની તલાશી લેતા તેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ ૨૪૨ કિ.રૂ. ૨.૬૫ લાખ, બીયર ટીન કિ.રૂ.૧,૨૧,૪૪૦/- , એક મોબાઇલ ફોન અને ક્રેટા કાર મળી કુલ રૂ. ૮,૯૧,૪૪૦/- નો મુદામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસ દ્વારા પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાર મૂકી નાસી ગયેલા આરોપીની શોધખોળ શરૂ કરી માળીયા(મી)પોલીસે આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!