મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં જેતપર થી મોરબી રોડ ઉપર ટાટા કંપનીની સફારી કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ નીકળેલ બે શખ્સોને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા, આ સાથે પોલીસે વિદેશી દારૂ, કાર તથા મોબાઇલ સહિત ૩,૭૨,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે પીપળી ગામની સીમમાં શિવ પાર્ક સોસાયટી સામે રોડ ઉપર વોચમાં હોય તે દરમિયાન બાતમી મુજબની ટાટા કંપનીની સફારી કાર રજી. નં. જીજે-૦૫-સીપી-૧૭૩૪ ત્યાંથી પસાર થતા તેને રોકી, કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ રોયલ સ્ટગ વ્હિસ્કીની ૪૮ બોટલ કિ.રૂ. ૬૨,૪૦૦/- મળી આવી હતી, આ સાથે આરોપી કારનો ચાલક ધર્મેન્દ્રભાઈ ઉર્ફે મુન્નો રૂગનાથભાઈ એરણીયા ઉવ.૩૫ રહે. શિવપાર્ક-૨ પીપળી તા.મોરબી તથા તેની સાથે કારમાં સવાર આરોપી દર્શનભાઈ ઉર્ફે લાલો કનુભાઈ વરણીયા ઉવ.૩૦ રહે.શિવપાર્ક-૨ પીપળી તા.મોરબી વાળાની અટક કરવામાં આવી છે, તાલુકા પોલીસે સફારી કાર કિ.રૂ.૩ લાખ, વિદેશી દારૂ કિ.રૂ. ૬૨,૪૦૦/-, મોબાઇલ એક કિ.રૂ.૧૦ હજાર સહિત ૩,૭૨,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસની તજવીન હાથ ધરી છે