મોરબી જીલ્લામાં ગઈકાલ તા.૨૦/૦૬ ના રોજ અલગ અલગ અપમૃત્યુના ચાર બનાવમાં ચાર વ્યક્તિઓના અકાળે મોત નિપજ્યા હતા. જેમાં મોરબી, હળવદ, માળીયા(મી) તથા વાંકાનેર એમ અલગ અલગ પોલીસ મથકમાં મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જેમાં પ્રથમ અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, માળીયા(મી) ના બગસરા ગામે રહેતા મુળજીભાઇ ભીમાભાઇ પીપળીયા ઉવ.૩૯ એ ગઈકાલ તા.૨૦/૦૬ના રોજ માળીયા મી કોસ્ટલ રોડ ઉપર ઝાડીમા રસ્સી વડે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે તેમની ડેડબોડી માળીયા(મી) સીએચસી સેન્ટરમાં ખસેડવામાં આવી છે, ત્યારે પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
બીજા અપમૃત્યુના બનાવમાં, હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં શક્તિભાઇ ઇશ્ર્વરભાઇ ધોરીયાણીની વાડીએ રહેતા મૂળ છોટાઉદેપુરના ખડલા ગામના વતની મીનકાભાઇ વેલજીભાઇ ભીલ ઉવ.૨૯ નામના ખેત શ્રમિક ગઈકાલે વાડીએ ખાટલા ઉપર સુતા હોય ત્યારે કાનમા વીંછી કરડવાથી તેમનું સારવાર મળે તે પહેલાં તત્કાલ મૃત્યુ નીપજ્યું હતું, જે બનાવ અંગે હળવદ પોલીસે મૃતક ખેત શ્રમિકની પત્ની પાસેથી પ્રાથમિક વિગત મેળવી અ.મોતની નોંધ કરી છે.
જ્યારે ત્રીજા અપમૃત્યુ અંગે મળતી માહિતી અનુસાર, વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા હરેશભાઇ કુકાભાઇ સીહોરા ઉવ.૪૬ એ ગઈ તા.૦૬ જુનના સાંજે આશરે સાંજના પાચેક વાગ્યે વાંકાનેર ગાયત્રી મંદિર પાસે આવેલ મહાકાળી માતાના મંદિર પાછળ કોઇ કારણોસર ઝેરી દવા પી જતા પ્રથમ સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ ઘરે આવતા રહેલ બાદ ગઈકાલ તા.૨૦/૦૬ના રોજ બપોરે એક વાગ્યે હરેધભાઈને શ્વાસ લેવામાં તકલીફ થતા, તેઓને સરવારમાં રાજકોટ લઈ જતા હોય તે દરમ્યાન રસ્તામાં રાજકોટ નજીક બે-ભાન થઈ જતા, તેમને પરત વાંકાનેર સરકારી હોસ્પીટલમાં લાવતા, જ્યાં હાજર તબીબે જોઈ તપાસી હરેશભાઈને મૃત ઘોષિત કર્યા હતા.
આ ઉપરાંત અપમૃત્યુના ચોથા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી શહેરના ઉમિયા સર્કલ પાસે ઉમિયાનગરમાં રહેતા શ્રમિક સોનુભાઇ રામસુરેશભાઇ બગનોલી ઉવ.૩૩ ગઈકાલ તા.૨૦/૦૬ ના રોજ ત્રીજા માળે બાલ્કનીએ રાત્રે સુતા હોય ત્યારે કોઇ અગમ્ય કારણોસર ત્રીજા માળેથી નીચે પડી જતા તેમને માથામા ગંભીર ઇજા થતા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં ડોક્ટરે જોઈ તપાસી સોનુભાઇને મરણ ગયાનું જાહેર કરતા, એ ડિવિઝન પોલીસે અ.મોત રજીસ્ટર કરી ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.