Sunday, June 22, 2025
HomeGujaratમોરબી ક્રાઇમ બ્રાન્ચે નવાગામ મેઘપર વચ્ચે મચ્છુ નદીના કાંઠેથી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી...

મોરબી ક્રાઇમ બ્રાન્ચે નવાગામ મેઘપર વચ્ચે મચ્છુ નદીના કાંઠેથી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી

મોરબી ક્રાઇમ બ્રાન્ચે માળીયા(મી) પોલીસ સ્ટેશન વિસ્તારના નવાગામ મેઘપર વચ્ચે મચ્છુ નદીના કાંઠે,થી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ગાળતા બે ઇસમોને કુલ કિંમત રૂ.૬,૨૨,૦૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડયા છે. પોલીસે બાતમીના આધારે રેઇડ કરી દેશીદારૂ બનાવવાના ઠંડો તથા ગરમ આથો લીટર ૧૮૦૦ કિંમત રૂ.૪૫૦૦૦/-, દેશીદારૂ લીટર-૩૮૫ કિંમત રૂ.૭૭,૦૦૦/- તેમજ વાહન સહિતનો મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા એમ.પી. પંડયા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી, મોરબીને સુચના આપી હતી. જે અંતર્ગત પેરોલ/ફર્લો સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર, વી.એન.પરમાર, એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર બી.ડી.ભટ્ટ, એલ.સી.બી. /પેરોલ/ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. તે દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ જયસુખભાઇ વસીયાણી, શેખાભાઇ મોરી, શકિતસિંહ ઝાલા, જયેશભાઇ વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ આશીફભાઇ ચાણકીયાને સયુંકતમાં ખાનગી બાતમી મળી કે આરીફ જેડા રહે. મોરબી વીસીપરા ખાડા વાળો માણસો રાખી નવાગામ થી મેઘપર વચ્ચે મચ્છુ નદીના કાંઠે ખરાબામાં દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવી વાહનમાં હેરાફેરી કરાવે છે. જે બાતમીના આધારે તે જગ્યાએ મચ્છનદીના કાંઠે ઢાળ ઉતરતા પંચો સાથે રેઇડ કરતા એક મહિન્દ્રા પીકઅપ વાહન ઉભુ હતું જેને કોર્ડન કરી ટોર્ચની લાઇટ કરી જોતા તેમાં ફરદીન હાજીભાઇ માણેક અને સાજીદ અયુબભાઇ મીરા નામનાં બે ઇસમો હાજર મળી આવ્યા હતા. અને દેશીદારૂ ભરેલ પ્લાસ્ટીકના બાચકાઓ ફેરવતા હોય તેમજ થોડે આગળ નદી કાંઠે દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ગાળી દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો રાખી મળી આવતા માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી દેશીદારૂ બનાવવાના ઠંડો તથા ગરમ આથો લીટર ૧૮૦૦ કિંમત રૂ.૪૫૦૦૦/-, દેશીદારૂ લીટર-૩૮૫ કિંમત રૂ.૭૭,૦૦૦/- તેમજ મહિન્દ્રા પીકઅપ મેકસ લોડીંગ વાહન રજી. નં.GJ-36-V-8247 વાળીની કિંમત રૂ.૫,૦૦,૦૦૦/ સાથે અટક કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.. જેમાં આરીફ જેડા રહે. મોરબી વીસીપરા ખાડામાં મોરબીવાળાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.

જેમાં એમ. પી. પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, વી.એન. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ/ફર્લો સ્કોડ મોરબી, બી.ડી.ભટ્ટ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી, એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!