Sunday, June 22, 2025
HomeGujaratટંકારામાં દારૂના ગુનામાં ત્રણ મહીનાથી ફરાર આરોપી ઝડપાયો

ટંકારામાં દારૂના ગુનામાં ત્રણ મહીનાથી ફરાર આરોપી ઝડપાયો

ટંકારા પોલીસે દારૂના ગુનામાં છેલ્લા ત્રણેક મહીનાથી ફરાર આરોપીને પકડી પાડયો છે. ટંકારા પોલીસે ગેર કાયદેસર દારૂનો જથ્થો પકડી પાડયો હતો. જેમાં આરોપી તરીકે યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે. અગાભી પીપળીયા વાંકાનેર તાલુકા વાળાનું નામ ખુલતા આરોપી અંગે અવારનવાર તપાસ કરવા છતા છેલ્લા ત્રણેક મહીનાથી ફરાર હતો. જે આરોપીને આજરોજ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

 

પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર રાજકોટ વિભાગ, પોલીસ અધીક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લાનાઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપી હતી. જે અનુસંધાને એસ.એચ.સારડા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માર્ગદર્શન સુચના આપતા કે.એમ.છાસીયા પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ જસપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. ગત તા.૦૮/૦૩/૨૦૨૫ ના રોજ ટંકારા તાલુકાના રોહીશાળા નેકનામ રોડ, પરથી આરોપી ઉદયસિંહ સહદેવસિંહ ઝાલા રહે.મેઘપર ઝાલા ટંકારા તાલુકા ખાતેથી ફુલદિપસિંહ પ્રવિણસિંહ ઝાલા રહે.જોધપર ઝાલા ટંકારા તાલુકા વાળાને કબજા ભોગવટા વાળી કાળા કલરની ક્રેટા કાર નંબર-GJ-07-DG-2192 વાળીમાંથી ગેર કાયદેસર ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની વ્હીસ્કી/વોડકાની કુલ ૩૧૮ નંગ બોટલો કિંમત રૂ. ૧,૨૪,૩૬૨/-, કીંગ ફીસર બીયર ટીન ૪૮ નંગ કિંમત રૂ. ૫,૫૬૨/- મળી કુલ કિંમત રૂ. ૧,૨૯,૯૩૦/- તેમજ મોબાઇલ ફોન ૨ નંગ કિંમત રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ. ૭,૩૯,૯૩૦/- નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. જે ગુનામાં સહ આરોપી તરીકે યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે. અગાભી પીપળીયા વાંકાનેર તાલુકા વાળાનું નામ ખુલતા આરોપી અંગે અવારનવાર તપાસ કરવા છતા છેલ્લા ત્રણેક મહીનાથી ફરાર હતો. જે આરોપી હાલમાં ટંકારા તાલુકાના મિતાણા ચોકડી પાસે આવેલ હોવાની બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે તપાસ કરતા આરોપી યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા વાળો મળી આવતા આરોપીની જરૂરી પુછપરછ કરી ગુનાના કામે અટક કરવામાં આવી છે. આમ પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણેક મહીનાથી ફરાર આરોપીને પકડી પાડવામાં ટંકારા પોલીસને સફળતા મળી છે.

 

જેમાં પોલીસ ઇન્સેક્ટરશ કે.એમ.છાસીયા, ASI ભાવેશભાઇ વરમોરા, HC જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, PC પંકજભા ગુઢડા, કૃષ્ણરાજસિંહ ઝાલા, બળદેવભાઇ દેગામા દ્રારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!