Sunday, June 22, 2025
HomeGujaratમોરબી જિલ્લા પોલીસના નવા કાયદાની સમજણ માટે ચિત્ર સ્પર્ધામાં ટંકારા ઓરપેટ કન્યા...

મોરબી જિલ્લા પોલીસના નવા કાયદાની સમજણ માટે ચિત્ર સ્પર્ધામાં ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલયની બે છાત્રાઓ ઝળકી

મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નવા કાયદાઓની જનજાગૃતિ માટે આયોજિત 3 નવા કાયદાની લોકોને સરળ સમજ પડે માટે નવતર પ્રયોગના ભાગરૂપે ચિત્ર, ઓડિયો અને વીડિયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ઓરપેટ કન્યા વિદ્યાલયની દઢાણીયા હેત્વીએ દ્રિતીય તો ભોરણિયા નેન્સી એ તિત્રય ક્રમ મેળવી બંને છાત્રાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી નંબર મેળવ્યો છે.
આ સ્પર્ધા તારીખ 6 જૂનથી 15 જૂન, 2025 દરમિયાન યોજાઈ હતી, જેમાં જિલ્લાભરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધામાં ઓરપેટ કન્યા વિદ્યાલયની છાત્રાઓએ નવા કાયદાઓના મહત્વને રજૂ કરતાં સર્જનાત્મક ચિત્રો બનાવ્યાં હતાં. તેમની કલાત્મક રજૂઆત અને સંદેશની સ્પષ્ટતાને જોતાં નિર્ણાયકો દ્વારા તેમને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું.
મોરબી જિલ્લા પોલીસના આ પ્રયાસનો ઉદ્દેશ્ય નવા કાયદાઓ, જેમ કે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. ઓરપેટ કન્યા વિદ્યાલયની આ બે છાત્રાઓની સફળતાએ શાળાનું ગૌરવ વધાર્યું છે અને અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ ઉદાહરણ બન્યાનું શાળા આચાર્ય અસ્મિતાબેન ગામી એ જણાવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમના પરિણામો 20 જૂન, 2025ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં વિજેતાઓને પુરસ્કારો અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા. મોરબી જિલ્લા પોલીસે આ પહેલને સફળ ગણાવી અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!