Sunday, June 22, 2025
HomeGujaratકચ્છ લોકસભા સાંસદ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન - ૩ ની આજે મેગા...

કચ્છ લોકસભા સાંસદ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩ ની આજે મેગા ફાઇનલ મેચ યોજાશે

કચ્છ લોકસભા પરિવાર તેમજ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા સાંસદ ઓપન કચ્છ ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩ નું ભુજનાં જયુબિલી ગ્રાઉન્ડ ખાતે તા. ૦૬-૦૩-૨૦૨૫ થી ટોટલ ૧૦૭ દિવસ સુધી આયોજન કરાયું હતું. જે ફાઇનલ મેચનું તા. ૨૨/૦૬/૨૦૨૫ ને રવિવારના રોજ સાંજે ૭.૦૦ વાગ્યે મહાનુભાવો, લોકસભા પરિવાર તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજનાં ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં રમાડવામાં આવશે તેમ સાંસદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

કચ્છ લોકસભા પરિવાર તેમજ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા સાંસદ ઓપન કચ્છ ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩ નું ભુજનાં જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે તા. ૦૬-૦૩-૨૦૨૫ થી ટોટલ ૧૦૭ દિવસ સુધી આયોજન કરાયું હતું. જે ફાઇનલ મેચનું તા. ૨૨/૦૬/૨૦૨૫ ને રવિવારના રોજ સાંજે ૭.૦૦ વાગ્યે મહાનુભાવો, લોકસભા પરિવાર તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ નાં ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં રમાડવામાં આવશે. મેચ દરમિયાન દરરોજ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા તેમને બિરદાવવા ઉપસ્થિત રહેતા ખેલ રસિકોનો આભાર માનતાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે સતત ૧૦૭ દિવસ રમાયેલ મેચોમાં ટોટલ ૫૮૮ ટિમોમાં ૮૮૨૦ ટોટલ ખેલાડીઓએ રસ પૂર્વક ભાગ લીધો હતો. તદઉપરાંત ૧૬ મહિલા ટિમનાં ૨૪૦ મહિલા ખેલાડીઓ એ ૪ દિવસ માં ૧૫ જેટલી મેચો રમી ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સાંસદે વધુમાં જણાવ્યું હતું કે કચ્છની સૌથી મોટી ઓપન ડે – નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ૨૨/૦૬/૨૦૨૫ ને રવિવારે ‘મેગા ફાઇનલ’ રમાશે. જેમાં માં ઇલેવન ટિમ સામે ટાઈગર ઓફ વી ટિમ વચ્ચે સાંજે ૭ વાગ્યે ભવ્ય જંગ ખેલાશે. મેચોનું લાઈવ પ્રસારણ ATV યુ ટ્યુબ લાઈવ પ્રસારણ કરવામાં આવશે. ખેલાડીઓને જુસ્સો અને શુભેચ્છા પાઠવવા ગુજરાત નાં ખ્યાતનામ ખેલાડીઓ મુંબઈ ઈન્ડિયન્સનાં ખેલાડી હારવિક દેસાઇ, માજી રણજી ટ્રોફી ખેલાડી મોહનસિંહ જાડેજા,માજી રણજી ટ્રોફી ખેલાડી ફિરોજભાઈ, સુનિલભાઈ શુક્લા,સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસીએશનનાં રણજી ટ્રોફી નાં માજી કોચ મહેશભાઈ ચૌહાણ, તેમજબીપીનભાઈ પુજારા ઉપસ્થિત રહેશે. દરેક ૫૮૮ ટીમોનાં મેચ દરમ્યાન સમય – સહકાર આપતાં કાર્યકરો, મહાનુભાવોનાં સન્માન અને ‘મેગા ફાઇનલ’ માં ભાગ લેતી બંને ટીમોને પ્રોત્સાહન સ્વરૂપે વિજય કપ અર્પણ કરવામાં આવશે તેમ સાંસદ વતી જગદિશગિરિ ગોસ્વામી મોબાઇલ નં. ૯૪૨૬૨ ૦૫૪૬૭ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!