Sunday, June 22, 2025
HomeGujaratમોરબી જિલ્લાની કુલ ૪૦ ગ્રામ પંચાયતમાં ચૂંટણી:૧૧ વાગ્યા સુધી કેટલું મતદાન?જાણો અહીં

મોરબી જિલ્લાની કુલ ૪૦ ગ્રામ પંચાયતમાં ચૂંટણી:૧૧ વાગ્યા સુધી કેટલું મતદાન?જાણો અહીં

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઈ રહી છે. જેમાં મીયાણા તાલુકામાં ૧૫ ગામ, વાંકાનેર તાલુકાના ૧૪ ગામ, હળવદ તાલુકાના ૮ ગામ અને ટંકારા તાલુકાના ૨ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં ૪૦ ગ્રામ પંચાયતમાં કુલ ૬૨,૨૬૧ મતદારો નોંધાયેલા છે.જેના માટે ગ્રામ પંચાયતના સરપંચના ૭૩ અને સભ્યો ૨૭૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન શરૂ ચૂક્યું છે. મોરબી જીલ્લાના માળિયા મિયાણા તાલુકાના ૧૫ ગામ, વાંકાનેર તાલુકાના ૧૪ ગામ, હળવદ તાલુકાના ૮ ગામ અને ટંકારા તાલુકાના ૨ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. મોરબી જીલ્લામાં જુદા જુદા તાલુકાની ૩૯ ગ્રામ પંચાયતમાં ૬૨,૨૬૧ હજાર જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મોરબીની ચૂંટણી પૂર્વે જ ૨૦ ગ્રામ પંચાયત સંપૂર્ણ અને ૧૫ ગ્રામ પંચાયત અંશતઃ સમરસ જાહેર થઈ ચૂકી છે. મોરબી જીલ્લામાં જુદી જુદી ગ્રામ પંચાયતના સરપંચના ૭૩ ઉમેદવારો અને સભ્યોના ૨૭૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે. મોરબી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતનું ૭૯ બુથ પર શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થયું છે. સવારે ૭ થી ૧૧ વાગ્યા સુધીમા જિલ્લાની ૨૭ ગ્રામપંચાયતોમાં સામાન્ય ચૂંટણીમાં ૩૧.૭૦ % મતદાન થયું છે જેમાં કુલ ૪૫૦૦૬ મતદારોમાંથી અત્યાર સુધી ૧૪૨૬૫ મતદારો મતદાન કર્યું છે.જ્યારે જિલ્લામાં ૧૩ પંચાયતોમાં પેટા ચૂંટણીમાં કુલ ૩૦.૬૪ %મતદાન નોંધાયું છે અને કુલ ૧૭૨૫૭ મતદારોમાંથી ૫૨૮૮ મતદારોએ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!