Monday, June 23, 2025
HomeGujaratમોરબી: વજેપર-૨૪ના રહેણાંકમાંથી ૩૦૦લીટર દેશી દારૂ સાથે મહિલા ઝડપાઈ:સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબી: વજેપર-૨૪ના રહેણાંકમાંથી ૩૦૦લીટર દેશી દારૂ સાથે મહિલા ઝડપાઈ:સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબી શહેરના વજેપર શેરી નં.૨૪ માં રહેણાંક મકાનમાં રેઇડ કરી શહેર પોલીસ દ્વારા ૩૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને પકડી લેવામાં આવી છે, આ સાથે પકડાયેલ આરોપી મહિલાની પૂછતાછમાં દેશી દારૂનો જથ્થો આપી જનારમાં નામની કબુલાત આપતા, સીટી એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી સીટી પોલીસ ટીમને બાતમી મળી કે, વજેપર શેરી નં.૨૪ માં મનીષાબેન થરેશા મકાન ભાડે રાખી તેમાં દેશી દારૂનું વેચાણ કરે છે, જેથી તુરંત પોલીસ ટીમે ઉપરોક્ત ભાડેના મકાનમાં દરોડો પાડતા, મકાનમાંથી અલગ અલગ પ્લાસ્ટિકના બાચકામાં રાખેલ ૩૦૦ લીટર દારૂ કિ.રૂ. ૬૦,૦૦૦/- મળી આવ્યો હતો, જેથી મહિલા આરોપી મનીષાબેન સુરેશભાઈ થરેશા ઉવ.૪૫ ની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી છે, પકડાયેલ આરોપી મહિલાની સઘન પૂછતાછમાં આ દેશી દારૂનો જથ્થો કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો એઝાજ આમદભાઈ ચાનીયા આપી ગયો હોવાનું જણાવતા, પોલીસે તેને ફરાર દર્શાવી, બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!