હળવદ તાલુકાના નવા દેવળીયા ગામમાં દરબાર શેરીમાં રહેતા હાલુભા ભુરુભા પરમાર ઉવ.૫૮ નામના ખેડૂત ગત તા.૦૪/૦૨ ના રોજ બપોરના પોતાનું હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જીજે-૧૩-એફએફ-૫૪૪૮ લઈને ગામમાં ગયા હતા, જ્યાંથી પરત આવી તેમણે પોતાનું ઉપરોક્ત બાઇક ઘરની બહાર શેરીમાં પાર્ક કર્યું હતું. જે બાદ બપોરના ચાર વાગ્યે કામ સબબ બહાર જવાનું થતા હાલુભા પરમાર પોતાના ઘરની બહાર આવતા, જ્યાં પાર્ક કરેલ મોટર સાયકલ જોવા નહીં માલ્ટા, ઘર નજીક તેમજ ગામમાં મોટર સાયકલ અંગે તપાસ કરતા મળી આવેલ નહિ, જે મોટર સાયકલ કોઈ વાહન ચોર ચોરી કરી લઈ ગયો હોવાનું માલુમ પડતા, જે અંગે નિયમ અનુસાર મોટર સાયકલ ચોરી અંગે પ્રથમ ઇ-એફઆઈઆર નોંધાવી હતી, જે બાદ હળવદ પોલીસ મથકમાં રૂબરૂ અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા, હળવદ પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે