Tuesday, June 24, 2025
HomeGujaratમોરબીના લૂંટાવદર ગામે ખેતર બહાર પાર્ક કરેલ મોટર સાયકલ તસ્કરો હંકારી ગયા

મોરબીના લૂંટાવદર ગામે ખેતર બહાર પાર્ક કરેલ મોટર સાયકલ તસ્કરો હંકારી ગયા

મોરબી તાલુકાના લૂંટાવદર ગામની સીમમાં આવેલ ખેતર બહાર પાર્ક કરેલ બાઇકની ચોરી અંગે પ્રથમ ઈ-એફઆઈઆર બાદ બે વર્ષ બાદ તાલુકા પોલીસ મથકમાં બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

બાઇક ચોરી અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રવાપર રોડ સેન્ટર પોઇન્ટ એપાર્ટમેન્ટ બ્લોક નં.૩૦૨ માં રહેતા મૂળ લૂંટાવદર ગામના વતની ગોવિંદભાઇ ખીમજીભાઈ સેરશીયા ઉવ.૬૮ એ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.૨૦ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ લૂંટાવદર ગામમાં પાધેળા તરીકે ઓળખાતા ખેતરે ગોવિંદભાઇ પોતાનું સ્પ્લેન્ડર પ્રો બાઇક રજી.નં. જીજે-૦૩-ઈએચ-૧૦૮૮ લઈને ગયા હતા, ત્યારે ગોવિંદભાઈએ પોતાનું સ્પ્લેન્ડર પ્રો ખેતર બહાર પાર્ક કરી ખેતરમાં આટો મારવા ગયા હતા, જ્યાંથી પરત આવીને જોતા ઉપરોક્ત મોટર સાયકલ ત્યાં મળી નહિ આવતા, આસપાસના વિસ્તારમાં મોટર સાયકલ અંગે તપાસ કરતા મળી ન આવતા, તા.૨૦ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ઈ-એફઆઈઆર નોંધાવી જે બાદ ગઈકાલ તા.૨૩ જુનના રોજ તાલુકા પોલીસ મથકમાં ઉપરોક્ત મોટર સાયકલ ચોરી અંગે રૂબરૂ ફરિયાદ નોંધાવી છે. હાલ તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!