વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામના યુવકે ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જે બાદ ભાગીને મૈત્રી કરાર કરી સાથે રહેતા હોય જે બાદ કોઈ કારણોસર યુવતી તેના માતાપિતાને ત્યાં ચાલી ગઈ હોય, જે અંગેનો ખાર રાખી યુવતીના પિતા સહિતના પરિવારજનો દ્વારા યુવકને લાકડી અને પાઈપ વડે માર મારવામાં આવ્યો હોવાના બનાવમાં યુવકને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી અને હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામમાં રહેતા લખમણભાઈ ભીખાભાઈ બાહુકીયા ઉવ.૩૬એ વાંકાનેર તાલુકા પોલીસ સમક્ષ આરોપી પોપટભાઈ કાનજીભાઈ દંતેસરીયા, મનિષભાઇ પોપટભાઇ દંતેસરીયા, વિક્રમભાઈ પરસોતમભાઈ દંતેસરીયા તથા મુકેશભાઈ પરસોતમભાઈ દંતેસરીયા તમામ રહે. પાંચદ્વારકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી લખમણભાઈને ગામના આરોપી પોપટભાઈ દંતેસરીયાની દીકરી સાથે ૧૫ વર્ષથી પ્રેમ સંબંધ હતો. જે બાદ તેણીના લગ્ન થઈ ગયા હોય, પરંતુ છ મહિના અગાઉ ફરિયાદી લખમણભાઈ સાથે યુવતી ભાગીને બંનેએ મૈત્રી કરાર કરી લીધા હોય બંને સાથે રહેતા હોય ત્યારે બાદ આજથી દોઢેક માસ અગાઉ આ યુવતી તેની મરજીથી તેના માતા-પિતા સાથે રહેવા જતી રહી હોય જે બાબતનો ખાર રાખી, ગઇ ૧૯મી જૂનના રોજ રાત્રે ફરિયાદી લખમણભાઈ ગામમાં મંદિર પાસે ઉભા હોય ત્યારે પોપટભાઈ કાંતીભાઈ દંતેસરીયા, તેમનો દીકરો મનીષભાઈ, ભાઈના દીકરો વિક્રમભાઈ અને મુકેશભાઈ એમ બધાએ લાકડી અને પાઈપ વડે લખમણભાઈ પર હુમલો કર્યો હતો. જે હુમલામાં લખમણભાઈને પગમાં ફ્રેકચર તથા શરીરે અને ચહેરા ઉપર મૂંઢ ઇજાઓ પહોંચી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે