મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની સૂચના તથા મોરબી એલ.સી.બી. પીઆઇ એમ.પી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ કડક કામગીરી અંતર્ગત, પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરના પગલા અન્વયે પાસા હેઠળ અટક કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, માળીયા(મી) પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રોહીબીશન ગુનાઓમાં સંડોવાયેલ આરોપી દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસભાઈ કાપડી ઉવ.૩૪ રહે. હાલ આદિપુર (ગાંધીધામ)ની વિરુદ્ધમાં મોરબી એલ.સી.બી. દ્વારા પાસા હેઠળ દરખાસ્ત મોકલવામાં આવી હતી. જે અનુસંધાને જીલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા આ દરખાસ્ત મંજૂર થતાં, આરોપીની અટક કરવા માટે એલ.સી.બી. દ્વારા અલગ અલગ ટીમ બનાવી, આરોપી દેવેન્દ્ર કાપડીને કચ્છ જીલ્લાના ગાંધીધામથી ઝડપી લઈ હસ્તગત કરી સુરત લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.