મોરબી જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી હતી તો ટંકારા તાલુકામાં રાત્રીમાં 8 થી 10 વાગ્યા સુધીમાં 7 ઊંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને પગલે નદી નાળાઓમાં પર પાણી ફરી વળતા હતા તો ટંકારા સર્કિર્ટ હાઉસ ખાતે આવેલ નાગરિક પુરવઠા નિગમમાં 8 લોકો ફસાયા જેની જાણ તંત્રને કરવામાં આવતા મામલતદાર સી બી નિનામાં, પીએસઆઇ એ વી ગોંડલીયા સહિતની ટિમ દોડી ગઈ હતી અને તમામ 8 લોકોને રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢ્યા હતા તો મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમા પાણી ભરાયા, તેમજ ટંકારા અમરાપર વચ્ચે આવેલ વોકળા પર પાણી ફરી વળતા અમરાપર, ટોળ સહિતના ગામો વચ્ચેનો ટંકારનો સંપર્ક તૂટ્યો હતો.હાલમાં ટંકારા તાલુકામાં જનજીવન સામાન્ય બન્યું છે અને ટંકારા શહેરમાં પાણી ભરાયુ ન હોવાની વાત મામાલદારે જણાવ્યું હતું અને જો કોઈ ફરિયાદ આવશે તો તુરંત કામગીરી કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.