Wednesday, June 25, 2025
HomeGujaratમોરબીના મકનસર ગામે યુવકને કુટુંબી ભાઈ-ભાભી, ભત્રીજાઓએ માર માર્યો.v

મોરબીના મકનસર ગામે યુવકને કુટુંબી ભાઈ-ભાભી, ભત્રીજાઓએ માર માર્યો.v

પત્નીની ખોટી ચડામણી નહિ કરવાનું કહેતા યુવક અને તેની માતા ઉપર હુમલો, બે મહિલા સહિત પાંચ વિરુદ્ધ ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના મકનસર ગામે પત્નીની ખોટી ચડામણી કરતા તે રિસામણે ચાલી ગયી હોવાના આક્ષેપ કરતા યુવકને અને તેની માતાને તેના કુટુંબી ભાઈ- ભાભી સહિતના પાંચ લોકોએ લાકડી તથા ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો છે, હાલ યુવકને પગમાં ફ્રેકચર તથા તેમની માતાને માથામાં ઇજાઓ પહોંચતા તેની સારવાર ચાલુ હોય, ત્યારે ભોગ બનનારની ફરિયાદને આધારે તાલુકા પોલીસે બે મહિલા સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા હિતેશભાઈ બાબુભાઇ દેગામા ઉવ.૩૫ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી જગદીશભાઈ ધીરુભાઈ દેગામા, રઘુભાઈ જગદીશભાઈ દેગામા, આકાશભાઈ જગદીશભાઈ દેગામા, ભાવનાબેન જગદીશભાઈ દેગામા તથા લીલાબેન ધીરુભાઈ દેગામા તમામ રહે. મકનસર તા.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૧૫/૦૬ ના રોજ આ ફરીયાદીએ તેમના કુટુંબી ભાભી આરોપી ભાવનાબેનને પોતાની પત્નીને ચડામણી નહી કરવાની વાત કરતા તેને સારૂ નહીં લાગતા ફરિયાદીના કુટુંબી ભત્રીજાઓ આરોપી રઘુભાઈ તથા આકાશભાઈએ ફરીયાદી હિતેશભાઈને લાકડી વડે માર મારતા પગમા ફ્રેકચર જેવી ઇજા કરી તેમજ આરોપી જગદીશભાઈએ પણ લાકડી વડે શરીરે મુંઢ ઈજાઓ તેમજ હિતેશભાઈના માતા મધુબેનને માથામાં લાકડી ફટકારી ઈજા કરી હતી. આ દરમિયાન આરોપી બગાવનાબેન અને લીલાબેને ફરીયાદીને ઢીક્કાપાટુનો મારમારી મુંઢ ઈજાઓ કરી તમામ આરોપીઓએ ગુન્હામા એકબીજા સાથે મદદગારી કરી હતી, હાલ તાલુકા પોલીસે તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!