મોરબી જિલ્લામાં 40 ગ્રામ પંચાયતો માટે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીની આજે મતગણતરી સંપન્ન થઈ હતી. જનતાના જનાદેશ પછી દરેક તાલુકાની ગ્રામ પંચાયતોના સરપંચપદ માટે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં નવા ચહેરાઓએ લોકઆશીર્વાદ મેળવી સરપંચપદે વિજય મેળવી છે, જ્યારે કેટલીક જગ્યાએ બિનહરીફ ચૂંટાઈ આવતા લોકવિશ્વાસ વધુ ઘનિભૂત થયો છે.
મોરબી તાલુકાના વિજેતા સરપંચો:
ધરમપુર: ધરમશીભાઈ માકાસણા
જેપુર: હર્ષાબેન કાવઠિયા
આંદરણા: લીલાબેન ચાવડા
ખરેડા: ગાયત્રીબેન સરડવા
ધુળકોટ: તૃપ્તિબેન સવસાણી
લક્ષ્મીનગર: સમીમબેન સુમરા
ઉંટબેટ (શામપર): સુશીલાબેન ચોવટીયા
રાજપર (કુંતાસી): નર્મદાબેન ધોરિયાણી
બગથળા: રેખાબેન મેરજા (બિનહરીફ)
બાદનપર: સુશીલાબેન જાદવ (બિનહરીફ)
ચકમપર: માણેકબેન કાલરીયા (બિનહરીફ)
જીવાપર (ચકમપર): ભાવનાબેન કાલરીયા
આમરણ: નિર્મળાબેન અઘેરા
ડાયમંડનગર: રમેશભાઈ કાસુન્દ્રા
ટંકારા તાલુકો:
લજાઈ: રાજેન્દ્રભાઈ વિઠલાપરા
હળવદ તાલુકો:
નવા વેગડવાવ: ધનજીભાઈ કણઝરીયા
રાણેકપર (પેટા ચૂંટણી): શીતલબેન ઉડેચા
રાયસીંગપુર: અંબારામભાઈ જાંબુકિયા
મંગળપુર: રાજેશભાઈ નગવાડીયા
શિવપુર: ગણેશભાઈ બચુભાઈ
જુના ઇસનપુર: રંજનબા ઝાલા
જુના વેગડવાવ: મીરાબા ગઢવી
ઈશ્વરનગર: રૂપલબેન રાજેશભાઈ
માળિયા મિયાણા તાલુકો:
ચાચાવદરડા: રમણીકભાઈ બાવરવા
બોળકી: વિપુલભાઈ ડાભી
નંદનવન (દેરાળા): કમલેશભાઈ ઉઘરેજા
વાંકાનેર તાલુકો:
પાજ: રીમીબેન સિપાઈ
સતાપર: ગીતાબેન ગણાદિયા
ભાટિયા: હર્ષાબા જાડેજા
પીપળીયારાજ: રિઝવાનાબેન દેકાવાડિયા
હસનપર: મુકતાબેન સારલા
પંચાસિયા: દિનેશભાઈ ચારોલા
સ્થાનિક લોકોએ નવા સરપંચોની પસંદગીને લોકશાહીનું પ્રતિબિંબ ગણાવ્યું છે.મતદાનમાં ગ્રામ્ય વિસ્તારોના મતદારોની ઉત્સાહી ભાગીદારી નોંધાઈ હતી.ઘણી મહિલાઓએ પણ આ વખતે સરપંચ તરીકે વિજય મેળવી નેતૃત્વમાં સ્થાન મેળવ્યું છે, જે ગ્રામ વિકાસ માટે એક સકારાત્મક સંકેત છે હવે તમામ નવી પસંદ થયેલ સરપંચો પર ગ્રામ વિકાસના કાર્યમાં જવાબદારીપૂર્વક કામ કરવાની આશા તમામ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.