મોરબી સિટી એ ડિવિઝન પોલીસે શહેરના રામચોક.નજીક આવેલ સિધાર્થ શોપિંગ મોલમાં આવેલ દુકાનમાં દરોડો પાડી જુગાર રમતા ૧૪ ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી કરી છે.
મળતી માહિતી અનુસાર,મોરબી સિટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે ક્રુષ્ણસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (રહે. મોરબીર નિત્યાનંદ સોસાયટી મોરબી-૨) નામનો ઇસમ પોતાની રામચોક સિધ્ધાર્થ શોપીંગ મોલમાં બીજા માળે આવેલ “માં આશાપુરા એન્ટરપ્રાઇઝ” નામની દુકાન નં-૮-૯ માં જુગારનો અખાડો ચલાવે છે.જેના આધારે દરોડો પાડતા ૧૪ ઇસમો કૃષ્ણસિંહ ઉર્ફે કાનભા નરેન્દ્રસિંહ જાડેજા, વિશાલભાઇ ઉર્ફે લાલો ભાલુભાઈ બાંભવા, ભવ્યરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા, યશભાઇ અરવિંદભાઇ ગૌસ્વામી, મનસુખભાઇ ડાયાભાઈ જીલરીયા, આશીફભાઇ તૈયબભાઇ અધામ, હરેન્દ્રસિંહ ઉર્ફે રાજવિરસિંહ દિગ્વિજયસિંહ ઉર્ફે દીલિઉપસિંહ ઝાલા, અર્જુનભાઇ ભરતભાઇ ગજેરા, દિગ્વિજયસિંહ અનોપસિંહ રાઠોડ, મયુરસિંહ હરપાલસિંહ જાડેજા, સોહીલભાઇ દાઉદભાઈ સુમરા, સુરેશભાઇ દિનેશભાઇ માજુસા, રાજદીપસિંહ બલભદ્રસિંહ ઝાલા અને અલીભાઇ ગુલામભાઇ ચાનીયા ગંજીપતાના પાના પૈસા વડે જુગાર રમતા મળી આવતા રોકડ રૂ.૧,૨૧,૯૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા કલમ ૪-૫ હેઠળ આરોપી વિરુધ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ સફળ કામગીરી એ ડિવિઝન પીઆઇ આર.એસ.પટેલ,પીએસઆઇ એચ.આર.જાડેજા સહિત મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી