Saturday, June 28, 2025
HomeGujaratમોરબીની શ્રી પ્રેમજીનગર પ્રાથમિક શાળા ખાતે છ શાળાઓનો પ્રવેશોત્સવ યોજાયો

મોરબીની શ્રી પ્રેમજીનગર પ્રાથમિક શાળા ખાતે છ શાળાઓનો પ્રવેશોત્સવ યોજાયો

મોરબીની પ્રેમજીનગર પ્રાથમિક શાળા ખાતે શ્રી બંધુનગર પ્રાથમિક શાળા, શ્રી નવા મકનસર પ્રાથમિક શાળા, શ્રી નવા મકનસર વાદી વિસ્તાર પ્રાથમિક શાળા, જુના મકનસર પ્રાથમિક શાળા, શ્રી પ્રેમજીનગર પ્રાથમિક શાળા તેમજ શ્રી ગોકુળ નગર પ્રાથમિક શાળાની સંયુક્ત પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં હતી. જે કાર્યક્રમમાં મહેમાનોના હસ્તે બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. તેમજ નંબર મેળવનાર વિદ્યાથીઓને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા.

- Advertisement -
- Advertisement -

શ્રી પ્રેમજીનગર પ્રાથમિક શાળા ખાતે શ્રી બંધુનગર પ્રાથમિક શાળા, શ્રી નવા મકનસર પ્રાથમિક શાળા, શ્રી નવા મકનસર વાદી વિસ્તાર પ્રાથમિક શાળા, જુના મકનસર પ્રાથમિક શાળા, શ્રી પ્રેમજીનગર પ્રાથમિક શાળા તેમજ શ્રી ગોકુળ નગર પ્રાથમિક શાળા સહિતની સંયુક્ત શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં હતી. જે તકે મુખ્ય અતિથિઓ તરીકે સંજય સોની (ડેપ્યુટી કમિશનર મોરબી મહાનગર પાલિકા), એચ. જી. મારવણીયા ( સિટી મામલતદાર મોરબી), મોઢવાડીયા ભરત (લાયઝન ઓફિસર), સહદેવ દેગામા ગામના અગ્રણી, રાજુભાઈ પરમાર ( ચેરમેન સામાજિક ન્યાય સમિતિ મોરબી તાલુકા પંચાયત) તેમજ રાકેશભાઈ કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા. અતિથિઓના વરદ હસ્તે કીટ વિતરણ કરી બાલવાટિકા, ધોરણ ૧ તેમજ આંગણવાડીના બાળકોને હર્ષભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો. સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત જે વિધાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મેરિટ સાથે પાસ કરી તેમને અતિથિઓના હસ્તે શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ છ શાળાના આચાર્ય અમૂલભાઈ જોષી, અશોકભાઈ વસિયાણી, પરેશ ભાઈ પઢારીયા, માનસીબેન ભટ્ટ, ચંદ્રિકાબેન ઠોરિયા, જલ્પાબેન કૈલા તેમજ સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. જે કાર્યક્રમનું સફળ સંચાલન બંધુનગર પ્રાથમિક શાળાના આચાર્ય અમૂલભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!