Sunday, June 29, 2025
HomeGujaratમોરબી: આમરણ ગામ નજીક ટેન્કરે ડબલ સવારી મોટર સાયકલને હડફેટે લેતા એકનું...

મોરબી: આમરણ ગામ નજીક ટેન્કરે ડબલ સવારી મોટર સાયકલને હડફેટે લેતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત.

મોરબી તાલુકાના આમરણ ગામ નજીક રોડ ઉપર પુરપાટ ઝડપે ચલાવીને આવતા ટાટા કંપનીના ટેન્કરના ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા, આગળ જઈ રહેલા ડબલ સવારી મોટર સાયકલને ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં મોટર સાયકલની પાછળની સીટમાં બેસેલ વૃદ્ધનું ગંભીર ઇજાઓ સબબ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે મોટર સાયકલ ચાલકને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચી હતી. હાલ મૃતકના પુત્રની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના બેલા(આમરણ) ગામે રહેતા લાખાભાઈ બાબુભાઇ ખીટ ઉવ.૩૮ એ ટાટા કંપનીના ટેન્કર(બલકર) રજી.નં. જીજે-૧૨-બીવાય-૬૩૬૮ના ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૧૦/૦૬ ના રોજ ટાટા કંપનીનો ટેન્કર ટાંકો (બલકર)ના ચાલક આરોપીએ પોતાના હવાલાવાળો ટાંકો પુરઝડપે અને ગફલતભરી રીતે બેફિકરાઈથી ચલાવી સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દઈ, આગળ જઇ રહેલ મોટર સાયકલ રજી.નં. જીજે-૧૦-બીકે-૮૩૭૬ને પાછળના ભાગે ભટકાડી દઈ અકસ્માત સર્જતા બાઇક ચાલક નુરમામદભાઇ દાઉદભાઇને સામાન્ય ઇજા પહોચી તથા મોટર સાયકલમાં પાછળ બેઠેલા ફરિયાદીના પિતાજી બાબુભાઇ દેવાભાઇ ખીટને શરીરે ગંભીર ઇજા પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ પોલીસે આરોપી ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધીરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!