મોરબી તાલુકાના લગધીરપુર રોડ પર આવેલી ઓકટીવા સીરામિક કંપનીના ગોડાઉનમાં પતરા રીપેરીંગનું કામ કરતી વખતે ૧૯ વર્ષીય યુવક અકસ્માતે નીચે પડતાં મોતને ભેટ્યો. મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી છે.
મોરબીના લગધીરપુર રોડ ઉપર ઓકટીવા સીરામિકની લેબર કોલોનીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના દુબળી ગામના વતની સુનીલભાઇ માંગ્યાભાઇ પટેલીયા ઉવ.૧૯ ગઈકાલ તા. ૨૮/૦૬ ના રોજ ઓકટીવા સીરામીક કારખાનાના ગોડાઉનના પતરા રીપેરીંગ કામ કરતી વખતે અકસ્માતે ઊંચાઈએથી નીચે પડી જતા શરીરે ગંભીર ઇજા થતા સુનિલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે તાલુકા પોલીસે મૃતકની પત્ની રમીલાબેન પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી છે.