Monday, June 30, 2025
HomeGujaratમાળીયા(મી): નાની બરાર ગામે રહેણાંકમાંથી ઈંગ્લીશ દારૂની ૭૨ બોટલ સાથે એક પકડાયો,...

માળીયા(મી): નાની બરાર ગામે રહેણાંકમાંથી ઈંગ્લીશ દારૂની ૭૨ બોટલ સાથે એક પકડાયો, ભાગીદાર ફરાર જાહેર.

માળીયા(મી) પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે તાલુકાના નાની બરાર ગામે સુરેશભાઈ ઉર્ફે વિજયભાઈના રહેણાંકમાં રેઇડ કરતા જ્યાંથી વેચાણ કરવાના હેતુસર રાખેલો વિદેશી દારૂનો અલગ અલગ ક્ષમતા અને બ્રાન્ડનો રૂ.૬૦,૦૦૦/-ની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો, આ સાથે પોલીસે મકાન-માલીકની અટક કરી છે, રેઇડ દરમિયાન વિદેશી દારૂના વેચાણના કારોબારમાં સંડોવાયેલ ભાગીદાર આરોપી હાજર મળી નહિ આવતા, માળીયા(મી) પોલીસે તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

 

મળતી માહિતી અનુસાર, માળીયા(મી) પોલીસને બાતમી મળી હતી કે નાની બરાર ગામે ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ઉર્ફે વિજયભાઈ પોતાના રહેણાંક મકાનમાં નાની બરાર ગામના ધવલભાઈ કોઠીવાલા સાથે ભાગીદારીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા હોય, જે મુજબની મળેલ બાતમીને આધારે ઉપરોક્ત મકાનમાં માળીયા(મી) પોલીસે રેઇડ કરતા, જ્યાંથી વિદેશી દારૂની ૭૫૦મીલી.ની ૪૮ બોટલ તેમજ ૧૮૦મીલી.ની ૨૪ બોટલ એમ કુલ કિ.રૂ. ૬૦,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો, આ સાથે પોલીસે આરોપી સુરેશભાઈ ઉર્ફે વિજયભાઈ ધરમશીભાઈ ધોળકીયા ઉવ.૪૨ ની અટક કરી છે. દરોડા દરમિયાન આરોપી ધવલ રાયધનભાઈ કોઠીવાલા સ્થળ ઉપર હાજર મળી ન આવતા, તેને આ કેસમાં ફરાર દર્શાવી, બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!