મોરબી સિવિલ હોસ્પિટલમાં મુખ્ય ગેટ પાસે પાર્ક કરેલ બાઇક કોઈ અજાણ્યા વાહન ચોર ઈસમ દ્વારા ચોરી કર્યા અંગે અત્રેના શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઇ છે. હાલ એ ડિવિઝન પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
બાઇક ચોરી અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના પંચાસર રોડ રાજનગર સોસાયટીમાં રહેતા મનીષભાઈ પ્રહલાદભાઈ ભટ્ટ ઉવ.૪૭ ગઈ તા.૨૭/૦૬ ના રોજ રાત્રીના પોતાનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૦૩-ઈએફ-૧૭૭૩ બાઇક લઈને મોરબી સરકારી હોસ્પિટલ પોતાની દવા લેવા માટે ગયા હતા, ત્યારે રાત્રીનો સમય હોવાથી ઉપરોક્ત બાઇક સિવિલ હોસ્પિટલની અંદર મુખ્ય ગેટના પિલર પાસે પાર્ક કરી, દવા લેવા ગયા હતા, જ્યાંથી માત્ર દસ જ મિનિટમાં તેઓ દવા લઈને પરત આવ્યા ત્યારે જે જગ્યાએ બાઇક પાર્ક કર્યું હતું ત્યાં જોવા ન મળેલ, જેથી બાઇકની ત્યાં આજુબાજુ તપાસ કરતા મળી આવેલ ન હોય, જેથી નિયમ અનુસાર પ્રથમ ઈ-એફઆઈઆર નોંધાવ્યા બાદ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં રૂબરૂ બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે, હાલ પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.