ટંકારા તાલુકાના લજાઇ ગામે આધેડ વ્યક્તિ ઉપર તેમના ઘર નજીક રહેતા ઈસમ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સયુક્તમાં લીધેલ મકાન બાંધકામના પાટિયા માંગતા થયેલ વિવાદમાં આધેડને ગાળો આપી ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો, ત્યારે હુમલાનો ભોગ બનેલા આધેડને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા, ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટંકારા તાલુકાના લજાઈ ગામના સ્મશાન નજીક પાણીના ટાંકા પાસે રહેતા કિશોરભાઈ જીવાભાઈ ચાવડા ઉવ. ૪૫ એ ટંકારા પોલીસ સ્ટેશને આરોપી બાબુભાઇ મોહનભાઇ સારેસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી કિશોરભાઈ અને બાબુભાઈએ સયુક્તમાં બાંધકામ માટેના પાટીયા લીધા હોય જેમાં બે પાટીયા ફરિયાદી કિશોરભાઈએ પરત માગ્યા હતા, ત્યારે ગઈ તા.૨૮/૦૬ના રોજ રાત્રે કિશોરભાઈ તેમના ઘરે હાજર હતા ત્યારે તેમના ઘરની શેરીમાં રહેતા આરોપી બાબુભાઈ મોહનભાઈ સારેસા પાટિયા બાબતેના વિવાદમાં કિશોરભાઈના ઘરે આવી તેમને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. હાલ ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની અટક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.