Wednesday, July 2, 2025
HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી નજીક મોટરકારે રોડ સાઈડ ઉભેલ ફ્રૂટની લારી સહિત દંપતીને ઉડાવ્યા,...

વાંકાનેર બાઉન્ડ્રી નજીક મોટરકારે રોડ સાઈડ ઉભેલ ફ્રૂટની લારી સહિત દંપતીને ઉડાવ્યા, પતિનું મોત, પત્ની ઘાયલ

અકસ્માતની ઘટનામાં ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર બાઉન્ડ્રી નજીક મહાદેવ હોટલ સામે બેકાબુ મોટરકારે રોડની સાઈડમાં ઉભેલ ફ્રૂટની લારી સહિત પતિ-પત્નીને અડફેટે લેતા, બન્ને પતિ-પત્ની હવામાં ઉલળી નીચે રોડ ઉપર પટકાયા હતા, જે અકસ્માતની ઘટનામાં પતિનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પત્નીને પ્રથમ ચોટીલા બાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, અકસ્માત સર્જી કાર ચાલક પોતાની કાર રેઢી મૂકીને નાસી ગયો હતો, ત્યારે મૃતકની પત્નીની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મોટી મોલડી ગસમના વતની હાલ બોરીયાનેશ તા.ચોટીલા રહેતા ભારતીબેન હિંમતભાઈ સામાભાઇ ઉગરેજીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી પીળા કલરની ફોરવ્હીલ કાર રજી.નં. જીજે-૧૬-ડીએસ-૭૮૫૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ભારતીબેન અને તેમના પતિ હિંમતભાઈ વાંકાનેર બાઉન્ડ્રી મહાદેવ હોટલ સામે રોડની સાઈડમાં ફ્રૂટની લારી રાખી ધંધો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે ગત તા.૨૨/૦૬ ના રોજ ઉપરોક્ત ફોરવ્હિલ કારના ચાલકે પોતાના હવાલા વાળી ફોરવ્હિલ ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે બેદરકારી પુર્વક લોકોની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી આવી રોડ સાઈડમાં ફ્રૂટની લારી સહિત ફરિયાદી અને તેમના પતિને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં ભરાતીબેનના પતિ હેમંતભાઈને માથાના ભાગે તથા ગરદરના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ભરતીબેનને માથાના ભાગે તથા શરીરે ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટના બાદ કાર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર રાખી નાસી ગયો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!