રાજસ્થાનથી માટીની આડમાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો લઈ આવતો હોવાનું સામે આવ્યું.
મોરબી તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે નવા નાગડાવાસ ગામના પાટીયા નજીકથી એક ટ્રક પકડી લેવામાં આખી છે, જે ટ્રકમાં માટીની આડમાં વિદેશી દારૂની ૪૮ બોટલ તથા બિયરના ૧૪૪ ટીન મળી આવ્યા હતા, આ સાથે તાલુકા પોલીસે ટ્રક ચાલકની અટક કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી કે ટ્રક રજીસ્ટર નં. આરજે-૫૨-જીએ-૯૩૫૪માં માટીની બોરીઓની વચ્ચે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય જે મળેલ બાતમીને આધારે, તાલુકા પોલીસ ટીમ નવા નાગડાવાસ ગામના પાટીયા પાસે વોચમાં હોય તે દરમિયાન ઉપરોક્ત નંબર વાળી ટ્રક પસાર થતા તેને રોકી તેની તલાસી લેતા, ટ્રકમાં માટીની બોરીઓની વચ્ચે વિદેશી દારૂની ૪૮ બોટલ તથા બિયર ટીન નંગ ૧૪૪ સહિત કિ.રૂ. ૧,૧૪,૭૨૦/-નો જથ્થો મળી આવ્યો હતો, આ સાથે ટ્રક ચાલક આરોપી સાજનસિંગ ઉર્ફે કાળુસિંગ રોડાસિંગ કાઠાત ઉવ.૩૦ રહે.માલપુરા તા.જી.બ્યાવર રાજસ્થાન વાળાની અટકાયત કરવામાં આવી છે, જ્યારે તાલુકા પોલીસે ટ્રક કિ.રૂ.૧૦ લાખ, વિદેશી દારૂ-બિયરનો જથ્થો કિ.રૂ.૧,૧૪,૭૨૦/-, બે મોબાઇલ ફોન કિ.રૂ.૧૦ હજાર સહિત કિ.રૂ.૧૧,૨૪,૭૨૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલ આરોપી તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.