કચ્છ લોકસભા સાંસદ તેમજ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા ઓપન કચ્છ ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન ૩ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૬૦૦ કરતા વધારે ટીમને ટુર્નામેન્ટમાં રમાડતા વર્લ્ડ ઇન્ડીયામાં સ્થાન મળ્યું છે. જે રેકોર્ડ સર્ટિફિકેટ મિલનભાઈ સોની અને દેવ્યાની બેન દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાને અર્પણ કરવામાં આવ્યું છે.
કચ્છ લોકસભા સાંસદ અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા ઓપન કચ્છ ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન ૩ નું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના જયુબેલી ગ્રાઉન્ડ ખાતે તા. ૦૬/૦૩/૨૦૨૫ થી ૨૨/૦૬/૨૦૨૫ સુધી કુલ ૧૦૮ દિવસમાં કુલ ૬૦૦ કરતા વધુ મેચો રમડવામાં આવી હતી. જેના કુલ ૮૮૨૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેનું વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડીયાના પ્રતિનિધિ મિલનભાઈ સોની અને દેવ્યાની બેન સોની દ્વારા નિરીક્ષણ કરી સમગ્ર વિગતો મેળવી સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન ૩ ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા બુકમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેનું સર્ટિફિકેટ પ્રતિનિધી દ્વારા લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડાને અર્પણ કરાયું હતું. જે બદલ ભાગ લેનાર ખેલાડીઓ, સહ કાર્યકરો, સ્વયં સેવકનો સાંસદ વિનોદભાઈ ચાવડાએ આભાર વ્યક્ત કરી વર્લ્ડ રેકોર્ડસ મળતાં આનંદ વ્યક્ત કર્યો હતો