ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા રમેશભાઈ જેસાભાઈ પરમાર ઉવ.૪૬ ગઈકાલ તા.૦૧/૦૬ના રોજ તેમની વાછકપર ગામની સીમમાં કોઠારીયા જવાના રસ્તે આવેલ વાડીએ હોય એ દરમિયાન અચાનક બેભાન થઈ જતા તેમને તેના દીકરા જયભાઈ રમેશભાઈ પરમાર દ્વારા સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં ગરજ ઉપર હાજર ડોક્ટરે જોઈ તપાસી રમેશભાઈને મરણ ગયાનું જાહેર કર્યું હતું. ત્યારે ટંકારા પોલીસને જાણ કરતા, પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.