Friday, July 4, 2025
HomeGujaratમોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આગ સુરક્ષા માટે મનપા દ્વારા મોકડ્રિલ: ફાયર વિભાગની...

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આગ સુરક્ષા માટે મનપા દ્વારા મોકડ્રિલ: ફાયર વિભાગની ઝડપી કામગીરીનું પ્રદર્શન

ડેપ્યુટી કમિશનરની ઉપસ્થિતિમાં ચોથા માળે ફસાયેલા અસરગ્રસ્તોનો રેસ્ક્યુનો સફળ અભ્યાસ, ટર્ન ટેબલ લેડર સહિતના આધુનિક સાધનોનો ઉપયોગ.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ૧ જુલાઈના રોજ સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટના સામેની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા મોકડ્રિલ યોજાઈ હતી. કોલ મળ્યા બાદ માત્ર ૨ થી ૩ મિનિટમાં ઘટનાસ્થળે પહોચી ફાયર જવાનોએ રેસ્ક્યુ કામગીરી કરી હતી. ચીફ ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ ૮ અસરગ્રસ્તોને સલામત બહાર લાવવામાં આવ્યા હતા. આ મોકડ્રીલ દ્વારા શહેરમાં આપાતકાલિન પ્રત્યે સજાગતા અને સુરક્ષા વ્યવસ્થા અંગે શહેરવાસીઓનો વિશ્વાસ વધ્યો છે.

મોરબી શહેરમાં શહેરીજનોની સુરક્ષા તથા અગ્નિસુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારવા મોરબી મહાનગરપાલિકા સતત પ્રયાસશીલ છે. આ પ્રયત્નના ભાગરૂપે તા. ૦૧ જુલાઈ ૨૦૨૫ના રોજ મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ગાંધી ચોક પાસે આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે આગની દુર્ઘટનાની તાત્કાલિક કામગીરીને અનુરૂપ એક મહત્વપૂર્ણ મોકડ્રિલ યોજાઈ હતી. આ કામગીરીમાં ડેપ્યુટી કમિશનરની ઉપસ્થિતિમાં સમગ્ર ફાયર ટીમ, હોસ્પિટલ સ્ટાફ સહિતના વિભાગીય વ્યક્તિઓએ ભાગ લીધો હતો. આગ લાગવાની દુર્ઘટના અંગેનો મોરબી ફાયર કન્ટ્રોલરૂમને કોલ મળતા ૨ થી ૩ મિનિટની અંદર ફાયર ફાઈટર ટીમ ફાયર ફાઇટર વાહનો, રેસ્ક્યુ સાધનો અને ટર્ન ટેબલ લેડર સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી.

ફાયર ઇન્ચાર્જ ચીફના જણાવ્યા અનુસાર, રેસ્ક્યુ લેડરની મદદથી બીજા માળેથી ૬ અસરગ્રસ્તોને સલામત રીતે બહાર લાવવામાં આવ્યા હતા. ઉપરાંત ટર્ન ટેબલ લેડરની મદદથી ચોથા માળેથી વધુ ૨ ફસાયેલાં દર્દીઓને નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર અભ્યાસ દરમિયાન હોસ્પિટલ સ્ટાફનો પણ સહકાર મળ્યો હતો. ફાયર બ્રિગેડની ઝડપી કામગીરી અને આધુનિક સાધનોના ઉપયોગે સમગ્ર કાર્યવાહી સમયસર અને વ્યવસ્થિત રીતે સંપન્ન કરવામાં આવી હતી. મોકડ્રિલ અંતે હાજર અધિકારીઓ અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો તથા આવી કાર્યવાહી નિયમિત થતી રહે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. વધુમાં, આવી કોઈ ઘટના દરમિયાન નાગરિકો માટે મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સેવા ૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અથવા ૧૦૧ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!