મોરબી તાલુકાના પીપળી ગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બસ સ્ટેન્ડની બાજુમાં એક ઈસમ થેલીમાં કશુંક છુપાવતો હોય તેમ શંકાસ્પદ હિલચાલ કરતો જોવા મળતા તેને રોકી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂ ઓલ સિઝન ગોલ્ડન કલેક્શનની ચાર બોટલ કિ.રૂ.૫,૬૦૦/-મળી આવતા તાલુકા પોલીસે આરોપી સિદ્ધરાજસિંહ સુરપાલસિંહ ચુડાસમા ઉવ.૨૮ રહે. ધરમપુર રોડ શિવપાર્ક સોસાયટી મોરબી-૨ વાળાની અટક કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે