વાંકાનેરના ઢુંવા-માટેલ રોડ ઉપર સતાધાર ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં શ્રમિક પરિવારના ૪ વર્ષીય બાળકનું માટીના ઢગલામાં દબાઈ જતા મૃત્યુ નિપજયાના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે દ્વારા અ.મોતની નોંધ કરવામાં આવી છે, હાલ પોલીસે આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના ઢુંવા માટેલ રોડ ઉપર આવેલ સતાધાર ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જીલ્લાના મૌરદુંડીયા ગામના રહેવાસી મુકેશભાઈ કનસિંગ માવી (ઉવ.૨૫)નો ચાર વર્ષીય પુત્ર યોગેશ મુકેશભાઇ કનસિંગ માવી રહે. ગઈકાલ તા.૦૨/૦૭ના રોજ સતાધાર ઇન્ડસ્ટ્રીઝમાં રમતો હતો તે દરમિયાન અકસ્માતે પાવડરના ઢગલામાં (કુંડીમાં) પડી જતા શ્વાસ રુંધાઇ જવાથી માસુમ બાળકનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે મૃતકના પિતા પાસે વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે