Friday, July 4, 2025
HomeGujaratમોરબી ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

મોરબી ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં મોરબી શહેરમાં સતત અગ્રેસર રહેતી ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા ગત તા.૨૯/૦૬/૨૦૨૫ને રવિવાર ના રોજ ફ્રી સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

- Advertisement -
- Advertisement -

ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા ફ્રી સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું અંગત તા.૨૯/૦૬/૨૦૨૫ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હોમીયોપેથીક, વોટર થેરાપી, પ્રાણીક હીલીંગ, એકયુપંચર દ્વારા દરેક રોગોની સારવાર ડો.નિલેશ ગામી તથા સાથે ડો. નિકુંજ મૈંસ્વામી, અને મહેન્દ્રભાઈ મે દ્વારા કરવામાં આવ્યું હતું તથા જરૂરીયાત મુજબની દવા પણ ફ્રી આપવામાં આવી હતી. આશરે ૨૦૧ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલ હતો.

ડો.નિલેશ ગામી દ્વારા ૨૬ મો ફ્રી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ તકે ઈન્ડીયન લાયન્સ કલબના ભાવેશભાઈ દોશીએ જણાવ્યું હતું કે, ૨૬ વર્ષથી નિલેશભાઈ દ્વારા અવિરત સેવા આપી ઈન્ડીયન લાયન્સ કલબને ખુબ જ સહકાર આપ્યો છે. તે આનંદ અને ગૌરવની વાત છે. તેમના મોટાભાઈ હર્ષદભાઈ ગામી ઈન્ડીયન લાયન્સના પાયાના પથ્થર અને પુર્વ પ્રમુખ રહી ચુકયા છે અને હાલ પણ સક્રિય સભ્ય છે. દરેક સેવાભાવી ડોકટર અને સ્ટાફનું કલબ દ્વારા બહુમાન કરવામાં આવ્યું છે અને આ કેમ્પને સફળ બનાવવા હર્ષદભાઈ ગામી, ભાવેશભાઈ દોશી, ધીરુભાઈ સુરેલીયા, કિશોરભાઈ પલાણ, શશીભાઈ મહેતા, અલ્પાબેન કકકડ તથા અજયભાઈ કકકડએ જાહેમત ઉઠાવી હાજર રહ્યા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!