સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે તેવો પ્રયાસ કરવામાં આવતો હોય છે. ત્યારે આજરોજ શ્રી બંધુનગર પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ધોરણ ૫ ના બાળકોને ધનુર ( ટિટનેસ ) અને ડીપ્થેરિયા વિરોધી રસીકરણ કરવામાં આવ્યું હતું. જે યોજનાઓનો લાભ લેવા શાળાના આચાર્ય અમુલભાઈ જોશી દ્વારા વિનંતી કરવામાં આવી હતી.
શ્રી બંધુ નગર પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ ધોરણ ૫ ના બાળકોને ધનુર (ટીટનેસ) અને ડિપ્થેરિયા વિરોધી રસીકરણ કરવામાં આવી હતી. ત્યારે શાળાના આચાર્ય અમુલભાઈ જોશી દ્વારા સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજના અને કામગીરી ખૂબ સરાહનીય છે. જેનો અચૂક લાભ લેવા વાલીઓને વિનંતી કરાઇ છે. આ તકે આરોગ્ય વિભાગના પિયુષભાઈ મકવાણા અને આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો