હળવદના ચરાડવા ગામના સરકારી દવાખાને એક શંકાસ્પદ મૃતદેહ આવ્યો હતો.જેને જોતા શંકાસ્પદ લાગતાં હળવદ પોલીસે તપાસ કરતા પિતા સાથે અવાર નવાર કામ બાબતે ઝગડો થતાં પિતાએ દોરી વડે ગળે ફાંસો આપી હત્યા કર્યાંનું સામે આવતા પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદના ચરાડવા ગામે ગઈકાલે તા.૦૨/૦૭/૨૦૨૫ ના રોજ ચરાડવા ગામે શંકાસ્પદ મૃત્યુ થયાની ડેડ બોડી ચરાડવા સરકારી દવાખાને રાખી હતી.જે મૃત્યુ શંકાસ્પદ થયું હોવાનુ જણાતા હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.ટી વ્યાસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ કરતા મૃત્યુ પામનાર ૨૫ વર્ષિય મનોજભાઇ દેવજીભાઇ સોલંકી હોવાનું અને તેના પિતા સાથે કામ બાબતે અવાર-નવાર ઝઘડા થતો હોવાથી તેના પિતાએ દોરી વડે ગળે ફાંસો આપી ખુન કર્યાંનું જાણવા મળ્યું હતું. જે અંગે હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આરોપી પિતા ૫૦ વર્ષીય દેવજીભાઈ કરશનભાઈ સોલંકીને ગણતરીની કલાકોમાં પકડી ગુન્હો ડીટેક્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં ધરી હતી.
આ કામગીરીમાં હળવા પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એમ.ગઢવી, એ.એસ.આઈ. રમેશભાઈ ગોહિલ, એ.એસ.આઈ. અજીતસિંહ સીસોદીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ બાવળીયા, નરેન્દ્રભારથી ગૌસ્વામી, શૈલેષભાઇ પટેલ, પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ રાઠોડ, સાગરભાઈ કુરીયા, દિવ્યરાજસિંહ જાડેજા, સાગરભાઈ મંઢ, હિતેશભાઇ સાપરા, સુરેશભાઇ ચૌહાણ તેમજ રજણજીતસિંહ રાઠોડ સહિતના જોડાયા હતા