ગાંધીનગરની કમિશનર કચેરી દ્વારા મોરબી જિલ્લા માટે કુલ ૩૪ ઉચ્ચ માધ્યમિક શિક્ષકોની ફાળવણી કરવામાં આવી છે.જે શિક્ષકોની ફાળવણી કરવામાં આવતા શિક્ષકોની ઘટ ઓછી થશે.જેથી શાળાઓમાં અને ગ્રામવાસીઓને ખુશીની લાગણી ફેલાઇ હતી.ત્યારે મોરબીના નવ નિયુક્ત ૩૩ શિક્ષકોને નિમણુક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબી દ્વારા સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયાથી સારા પસંદ કરેલ ૩૩ જેટલા ધોરણ ૧૧/૧૨ નાઉચ્ચ માધ્યમિક શિક્ષકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. કમિશનર કચેરી ગાંધીનગરથી મોરબી સ્કૂલ માટે ૩૪ જેટલા શિક્ષકોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં ૩૩ જેટલા શિક્ષકો હાજર રહેતા સરકારી ઉચ્ચ માધ્યમિક શિક્ષકોની ઘટ્ટ દૂર થતા શાળાઓમાં અને ગ્રામ્ય જનોમાં કૃષિની લાગણી જોવા મળી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોટાએ નવનિયુક્ત શિકાઓને સતત શીખતા રહેવાની અને અધુરાશ ને મધુરાશમાં ફેરવી વર્ગખંડ અને શાળાઓને નંદનવન બનાવવાની શીખ આપી હતી. વર્ગ ૨ ના અધિકારીઓ ભદ્રસિંહ વાધેલા, નિલેશભાઈ રાણીપા અને ભરતભાઇ વિડજાએ વિજ્ઞાન પ્રવાહની જેમ સામાન્ય પ્રવાહમાં મોરબીને નંબર ૧ બનાવવાની હાંકલ કરી છે. નવનિયુક્ત શિક્ષકો દીપ પટેલ અને હીનાબેન ડોડીયાએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. જે સમગ્ર કાર્યક્રમનુ સંચાલન એજ્યુકેશન ઇન્સ્પેકટર પ્રવિણભાઈ અંબારિયા સાંભળ્યું હતું. જ્યારે વહીવટી વ્યવસ્થા હેડ ક્લાર્ક હિરેનભાઈ સાણજા અંતર્ગત ફાલ્ગુનીબેન અને દીપલબેન સહિતના સાંભળી હતી. જે કાર્યક્રમમાં સરકારી સંઘના પ્રમુખ મેહુલભાઈ દેથરિયા અને વહીવટી અધિકારી બ્રિજેશભાઈ જાજળ વિષેશ ઉપસ્થિત રહયા હતા