મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રીક્ષામાં બેસાડી પેસેન્જરનું ધ્યાન ભટકાડી ઉલ્ટી, ઉબકા જેવો બહાના કરી પેસેન્જરની નજર ચુકવી ખિસ્સામાંથી રોકડ કે મોબાઇલ ચોરી લેવાની ફરિયાદ સામે આવી હતી. જે ફરિયાદને આધારે અલગ અલગ ટીમો બનાવી પોલીસે એક આરોપીને રાજપર ચોકડી ખાતેથી પકડી તેના પાસેથી રોકડ તેમજ રીક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે અન્ય ત્રણ સાગરીતોના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સી.એન.જી રીક્ષા ચાલક તેમા પેસેન્જર તરીકે બેઠેલ આરોપીઓએ ફરીયાદીના ખીસ્સામાથી રોકડા રૂ.૧૮૦૦૦/- નજર ચુકવી ચોરી કર્યાની ફરિયાદ કરી હતી.જેની તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી કે રાજકોટ તરફથી એક સીએનજી રીક્ષા ચાલક મોરબી તરફ આવતો હતો. જે સી.સી.ટી.વી કેમેરામા જોતા તે આવતો જ ઇસમ છે તેવી બાતમીના આધારે લાલજીભાઇ ચિમનભાઇ ચુડાસમા નામનાં ઇસમને રાજપર ચોકડી ખાતેથી મળી આવતા તેના સાગરીતો પ્રકાશ ઉર્ફે બકુલ નથુભાઈ સોલંકી, આકાશ સોલંકી અને મનીષાબેન પ્રકાશ ઉર્ફે બકુલ સોલંકીએ ફરિયાદીના ખીસ્સામાંથી રોકડા રૂપીયાની ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેથી બનાવમા ઉપયોગમા લીધેલ સી.એન.જી રીક્ષા નં.GJ-36-W-1322 કિ.રૂ.૫૦,૦૦૦/- તેમજ રોકડા રૂ.૩૫૦૦/- મળી કુલ રૂ.૫૩,૫૦૦/-નો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી તેના સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.જ્યારે પકડાયેલ આરોપી અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચાર વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
આ કામગીરીમાં એ ડિવિઝન પીઆઇ આર.એસ.પટેલ, પીએસઆઇ જે.સી.ગોહિલ, એ.એસ.આઇ સવજીભાઇ દાફડા, એ.એસ.આઇ કિશોરભાઇ મિયાત્રા, એ.એસ.આઇ વિજયદાન ગઢવી, પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેષભાઇ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, રવીભાઇ ચૌધરી, જયદીપભાઇ ગઢવી તેમજ અશ્વિનસિંહ સહિતના જોડાયા હતા