મોરબી જિલ્લા તેમજ રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીકસ પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરૂદ્ધ કડક કાર્યવાહિ કરવાની સૂચના ને આધારે ને ઇસમોની મોરબી એસઓજી અને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અટક કરી અલગ અલગ જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.
ગુજરાત રાજયમાં ગેરકાયદેસર નાર્કોટીકસ પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. મોરબી જીલ્લામાં નાર્કોટીકસ પ્રવૃતિ અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા સુચના મળતાં ગેર કાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂદ્ધ કૈફી ઔષધો અને મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર અટકાવવા અધિનિયમ-૧૯૮૮ હેઠળ પ્રપોઝલ તૈયાર કરી અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરી તરફ મોકલતા તેમના તરફથી મોરબી જીલ્લાના બે ઇસમો વિરુદ્ધ PIT NDPS Act હેઠળ અટકાયત કરવા હુકમ કરવામાં આવ્યો હતો. જેથી એસ.ઓ.જી. ટીમ અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા નાથાભાઇ ભલાભાઇ મકવાણા રહે. નાળીયેરી ગામ ચોટીલા તાલુકા વાળાને (સુરત જેલ) તેમજ પ્રવિણભાઇ નાજાભાઇ ભાલીયા રહે. ભલગામ વાંકાનેર તાલુકા વાળાને (વડોદરા જેલ) ખાતે મોકલી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી