મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે સામાકાંઠે આવેલ ઇન્દિરાનગરમાંથી આરોપી મનસુખભાઇ હનાભાઈ ચાવડા ઉવ.૨૫ રહે. ઇન્દિરાનગર અબ્બાસભાઈની દુકાન પાસે મોરબી-૨ વાળાને ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની શીલપેક ઓલ સીઝન ગોલ્ડન કલેક્શનની ૧૨ નંગ બોટલ કિ.રૂ.૧૬,૮૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.