મોરબી ક્રાઇમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા સંયુક્તમાં ઓપરેશન હાથ ધરી ૮.૯૭ લાખના વિદેશી દારૂ સાથે કુલ ૨૯.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
મોરબી એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાને મળેલ બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા સયુક્તમાં વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામના બોર્ડ નજીક શક્તિરાજ હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલ એક ટ્રકમાં માટીની આડમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂની ૮૧૬ બોટલ કિ.રૂ.૮.૯૭ લાખ ઝડપી લેવામાં આવી હતી, આ સાથે રાજસ્થાની ટ્રક ચાલક સહિત બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે, પોલીસે ટ્રક, માટી, વિદેશી દારૂ, મોબાઇલ સહિત ૨૯.૩૪ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે વિદેશી દારૂ મોકલનાર તથા મંગાવનારના નામ ખુલતા તે બન્ને આરોપીઓને ફરાર દર્શાવી કુલ ચાર ઇસમો વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામના પાટીયા નજીક આવેલ શક્તિરાજ હોટલના ગ્રાઉન્ડમાંથી એક ટ્રક રજી.નં. આરજે-૩૬-જીએ-૯૫૨૩માં તલાસી લેતા તેમાં માટીની આડમાં ઈંગ્લીશ દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની ૮૧૬ નંગ બોટલ કિ.રૂ. ૮, ૯૭,૬૦૦/- મળી આવી હતી, આ સાથે પોલીસે ટ્રક ચાલક આરોપી રવીજીતસિંગ રૂપસિંગ રાવત ઉવ.૩૫ ટ્રક ક્લીનર આરોપી અબ્દુલ શ્રવણસિંગ હરબુસિંગ મેરાત ઉવ.૨૫ બન્ને રહે.ઢોસલા ગામ થાણા સાંકેતનગર તા.જી.બ્યાવર રાજસ્થાન વાળાની અટક કરી હતી. પકડાયેલ આરોપીઓની પૂછતાછમાં માલ મોકલનાર રાહુલસિંગ ઉર્ફે ડેની રાવત રહે.જવાજા તા.જી.બ્યાવર રાજસ્થાન તેમજ માલ મંગાવનાર આરોપી ઉદયભાઈ જોરુભાઈ કરપડા રહે. મહેન્દ્રનગર આઈટીઆઈ સામે મોરબી-૨ વાળાના નામની કબુલાત આપી હતી, જેથી પોલીસે તે બંને આરોપીઓને ફરાર જાહેર કર્યા છે. આ સાથે પોલીસે ટ્રક ટ્રેઇલર કિ.રૂ.૨૦ લાખ, ટ્રકમાં લોડેડ ૪૨ ટન માટી કિ.રૂ. ૨૧,૬૦૪/-, ૩ નંગ મોબાઇલ કિ.રૂ.૧૫ હજાર તથા વિદેશી દારૂની ૮૧૬ બોટલ કિ.રૂ.૮,૯૭,૬૦૦/- સહિત કુલ રૂ.૨૯,૩૪,૨૦૪/-નો મુદ્દામાલ કબ્જે લઈને ચારેય આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.