સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ચોટીલા પોલીસને ઊંઘતી રાખી સુરેન્દ્રનગર જિલ્લાનાં ખેરડી ગામેં નાગરાજ હોટલની સામે આવેલ ખુલ્લા મેદાનમાં રેઈડ કરી વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા જ કરોડોના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. ત્યારે SMCની કાર્યવાહી બાદ ચોટીલા પીઆઇ.. આઈ.બી. વલવી સહિત ૦૬ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગરમાં ચોટીલા પોલીસ ઉંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ખેરડી ગામના ખુલ્લા મેદાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં SMC દ્વારા વિદેશી દારૂની 8596 બોટલોનો રૂ.1,19,10,000/-નો મુદ્દામાલ મળી કુલ રૂ.1,26,10,000/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. અને 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા હતા. ત્યારે SMCની કાર્યવાહીને લઈને જિલ્લા પોલીસવડા ગીરીશ પંડ્યા દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશનનાં પી.આઈ આઈ.બી.વલવી, હેડ કોન્સ્ટેબલ છગનભાઈ માયાભાઈ ગમારાં, કોન્સ્ટેબલ હિતેશભાઈ ગોરધનભાઈ,કોન્સ્ટેબલ ભરતભાઇ રણુભાઇ, કોન્સ્ટેબલ રવિરાજ મેરૂભાઇ ખાચર અને કોન્સ્ટેબલ હરેશભાઈ શાંતુભાઈ ખાવડને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ગિરીશ પંડ્યાની કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.