Saturday, July 5, 2025
HomeGujaratમોરબી: જાંબુડીયા નજીક ડમ્પર હડફેટે માલવાહક રીક્ષા ચાલક ગંભીર ઇજાગ્રસ્ત

મોરબી: જાંબુડીયા નજીક ડમ્પર હડફેટે માલવાહક રીક્ષા ચાલક ગંભીર ઇજાગ્રસ્ત

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બેફામ ગતિએ ચાલતા ડમ્પરે માલવાહક રીક્ષાને સાઈડમાંથી હડફેટે લેતા, ડમ્પરના પાછળના હુકમાં રીક્ષા ફસાઈ ગઈ અને ડમ્પર સાથે ઢસડાયા બાદ ડમ્પર ચાલકે જોરદાર બ્રેક મારી હતી, જેમાં ધડાકા સાથે માલવાહક રીક્ષા ડમ્પર સાથે અથડાઈ હતી, જેમાં રીક્ષાના ચાલકને માથામાં ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માતની ઘટના બાદ બેહોશ હાલતમાં રીક્ષા ચાલકને સારવાર અર્થે મોરબી બાદ રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, જ્યાં બે દિવસ બાદ રીક્ષા ચાલક ભાનમાં આવેલ. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત રીક્ષા ચાલકે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, મૂળ બોસકા તા.દેત્રોજ જી.અમદાવાદના વતની હાલ, મોરબી કુબેટ સિનેમા પાછળ ત્રાજપર ખારીમાં રહેતા કિશનભાઈ દિલીપજીભાઈ ઠાકોર ઉવ.૨૯ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ડમ્પર રજી.નં. જીજે-૩૨-ટી-૮૬૦૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૦/૦૫ ના રોજ કિશનભાઈ પોતાની બજાજ કંપનીની મેક્સિમાં કારગો સીએનજી માલવાહક રીક્ષા લઈને પોતાના ઘરેથી બંધુનગર કારખાને માલ ભરવા જતા હોય તે દરમિયાન મોરબી-વકાબેર નેશનલ હાઇવે જાંબુડીયા આર.ટી.ઓ કચેરી પહેલા ઉપરોક્ત ડમ્પર ચાલક બેફામ ગતિમાં આવી, માલવાહક રીક્ષાની લાઈમાં આવતા રીક્ષાને સાઈડથી હડફેટે લેતા, ડમ્પરના પાછળના હુકમાં માલવાહક રીક્ષા ફસાઈ ગઈ હતી અને ડમ્પરની સાથે સાથે ઢસડાઈ હતી, જે દરમિયાન ડમ્પર ચાલક આરોપીએ પોતાના ડમ્પર વાહનને જોરદાર બ્રેક મારતા, માલવાહક રીક્ષા ડામોરને પાછળના ભાગમાં અથડાઈ હતી, જે અકસ્માતમાં કિશનભાઈને માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોચતા તેઓ સ્થળ ઉપર બેભાન થઈ ગયા હતા. જે બાદ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમની સારવાર ચાલુ કરવામાં આવતા, કિશનભાઈ બે દિવસ બાદ હોશમાં આવ્યા હતા. હાલ તાલુકા પોલીસે કિશનભાઈની ફરિયાદને આધારે ડમ્પર ચાલક વિરુદ્ધ બીએનએસ તથા એમવી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!