વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે તળાવ નજીક આવેલ ખરાબાની જમીનમાં વેચાણ અર્થે રાખેલ વિદેશી દારૂની ૫૨ નંગ બોટલ સાથે એક આરોપીને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી લીધો હતો, જ્યારે રાયસંગપરના સપ્લાયરનું નામ સામે આવ્યું હોય જેથી પોલીસે તેને ફરાર જાહેર કરીને બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળી કે, લાકડધાર ગામનો ચેતનભાઈ તળાવ નજીક પાવરહાઉસ સામે આવેલ ખરાબાની જમીનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જે મુજબની મળેલ બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા, જ્યાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૫૨ બોટલ કિ.રૂ.૬૫,૬૦૦/-સાથે આરોપી ચેતનભાઈ મનસુખભાઇ અણીયારીયા ઉવ.૨૨ રહે. લાકડધાર તા.વાંકાનેર વાળાની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ પકડાયેલ આરોપી ચેતનભાઈની સઘન પૂછતાછમાં આ વિદેશી દારૂનો જથ્થો રાયસંગપરના રામદેવસિંહ પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે સપ્લાયર આરોપીને આ કેસમાં ફરાર દર્શાવી તેની શોધખોળ શરૂ કરી છે. આ સાથે પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.