ચાલુ વર્ષનું નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ રહ્યું છે.ત્યારે મોરબીની પીજી પટેલ કોલેજમાં BBA ના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન સેમિનાર તથા વેલકમ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કોલેજના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ઉમળકાભેર કોલેજ સ્ટાફ અને સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા આવકારવામાં આવ્યા હતા.
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય રવીન્દ્ર ભટ્ટના નેજા હેઠળ મેનેજમેન્ટ ફેકલ્ટી [BBA] ના વિદ્યાર્થીઓને માટે વિશેષ ઓરિએન્ટેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ઉમળકાભેર કોલેજ સ્ટાફ અને સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા આવકારવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થીઓને વેલકમ કીટ અને શુભેચ્છા સંદેશ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.તેમજ વિદ્યાર્થીઓની આગળની કારકિર્દીમાં મેનેજમેન્ટ ફેકલ્ટીનું શું મહત્વ છે મેનેજમેન્ટ ફેકલ્ટીના અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓ કઈ રીતે પોતાની ઉચ્ચ કારકિર્દી ઘડી શકે છે અને વ્યક્તિત્વ વિકાસ દ્વારા પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે છે તે અંગે મુખ્ય વક્તા દિગંતભાઈ ભટ્ટ કે જેઓ એક ઓરિએટર અને મોટીવેશનલ સ્પીકર છે તેમના દ્વારા વિશેષ અને રસપ્રદ રજૂઆતો કરવામાં આવી હતી. આ સેમિનારમાં કોલેજના મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. સેમિનારના અંતે સંસ્થાના આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ દ્વારા મુખ્ય વક્તા દિગંતભાઈ ભટ્ટને સ્મૃતિ ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સેમીનારને સફળ બનાવવા માટે આચાર્ય રવિન્દ્ર ભટ્ટના નેતૃત્વ હેઠળ સમગ્ર સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી