મોરબી તાલુકાના બેલા(રંગપર) ગામ નજીક વેન્ટો સીરામીક કારખાના સામે શંકાસ્પદ હાલતમાં થેલી લઈને જઈ રહેલા ઇસમને રોકી તાલુકા પોલીસ ટીમે થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ ૮ પીએમ વ્હિસ્કી અને મેજીક મુવમેન્ટ વોડકા એમ બે નંગ બોટલ કિ.રૂ.૨,૩૦૦/- મળી આવતા તુરંત આરોપી રાહુલભાઈ રમેશભાઈ મહાલીયા (ઉવ.૨૪ રહે.હેમતપુરા તા.પાટડી જી.સુરેન્દ્રનગર)વાળાની અટક કરી તેની વિરુદ્ધ તાલુકા પોલીસ મથક ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.