વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે તાલુકાના અરણીટીંબા ગામે પ્લોટ વિસ્તારમાં જાહેર ચોકમાં અમુક ઈસમો ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જેથી તુરંત વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ઉપરોક્ત મળેલ બાતમી મુજબની જગ્યાએ રેઇડ કરતા, જ્યાં તીનપત્તિનો જુગાર રમતા રમેશભાઈ પ્રેમજીભાઈ ડાભી ઉવ.૪૨, ઘનશ્યામભાઈ રૂપાભાઈ સાંતોલા ઉવ.૪૦, પ્રવિણભાઈ વેરશીભાઈ પરમાર ઉવ.૪૫ તથા ભાવીનભાઈ દીલીપભાઈ સાંતોલા ઉવ.૩૦ તમામ રહે. અરણીટીંબા ગામ તા. વાંકાનેર વાળાને રોકડા રૂ.૫,૭૪૦/- સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવી, તમામ આરોપી સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.