Monday, July 7, 2025
HomeGujaratકાગડાપીઠમાં રહેતા વૃદ્ધને "તમે આતંકી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છો" કહી ડિજિટલ એરેસ્ટ કરનાર...

કાગડાપીઠમાં રહેતા વૃદ્ધને “તમે આતંકી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છો” કહી ડિજિટલ એરેસ્ટ કરનાર બે ઝડપાયા

કાગડાપીઠ વિસ્તારમાં વૃદ્ધને સાયબર ગઠિયાએ ટાર્ગેટ કરી તેમની પાસેથી રૂ. 3 લાખ પડાવી લીધા હતા. વૃદ્ધને વીડિયો કોલ કરીને તમે આતંકી પ્રવૃત્તિમાં જોડાયેલા છો કહી ધમકાવી ટ્રેપમાં લઇ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા.જે સમગ્ર મામલે વૃદ્ધે સાયબર હેલ્પલાઈનમાં જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે બાતમીના આધારે બે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, બહેરામપુરની ગ્રીનક્રોસ સોસાયટીમાં રહેતા નટવરભાઈને અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ આવ્યો હતો. જેમાં ગઠિયાઓએ હું મુંબઈ પોલીસમાંથી વાત કરું છું. તમે આતંકવાદી પ્રવૃત્તિમાં જોડાયેલા છો અને તમારું આધારકાર્ડ કર્ણાટક અને તામિલનાડુમાં આતંકી સંગઠનોમાં ઉપયોગમાં લેવાયું છે એટલે તમે કોઈને કોઈ રીતે આવા લોકો સાથે જોડાયેલા જ છો કહી હમણાં મુંબઈથી પોલીસ તમારી ધરપકડ કરશે અને જો ધરપકડથી બચવું હોય તો ત્રણ લાખ રૂપિયા આપવા પડશે તેમ કહ્યું હતું. ગભરાઈ ગયેલા વૃદ્ધે રૂપિયા આપવા સહમતી દર્શાવી હતી. અને આરોપીઓને રૂપિયા આપ્યા હતા.જે બાદ વૃધ્ધે સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનીકલ તથા હ્મમુન રીસોર્સીસના માધ્યમથી આરોપીઓ શ્રવણભાઇ રણછોડભાઇ સાગરા તથા વિવેક ઉર્ફે કોકો સ/ઓ મહેશભાઇની અટક કરી ગુનાનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!