Monday, July 7, 2025
HomeGujaratમોરબી આયુષ હોસ્પિટલમાં મગજની આંચકીથી પીડાતા દર્દીની સફળ સર્જરી કરાઇ

મોરબી આયુષ હોસ્પિટલમાં મગજની આંચકીથી પીડાતા દર્દીની સફળ સર્જરી કરાઇ

મોરબી હવે આરોગ્ય ક્ષેત્રે પણ સતત વિકાસ કરી રહ્યું છે શહેરની આયુષ હોસ્પિટલમાં જટિલ રોગોની સર્જરી કરવામાં આવી રહી છે. ત્યારે આયુષ હોસ્પિટલ દ્વારા મગજની આંચકીથી પીડાતા દર્દીની સફળ સર્જરી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

 

મોરબી જીલ્લાના એક 55 વર્ષીય દર્દીને બેભાન હાલતમાં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં જનરલ ફીઝાશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ ડૉ. ઉત્તમ પેઢડીયા દ્વારા દર્દીની તપાસ કરતા તેમજ દર્દીના સગાને દર્દીની જાણકારી પુછતા જણાયું કે, તેમને એક જ દિવસમાં ૩ થી 4 વખત મગજની આંચકી તેમજ મોઢામાંથી ફીણ નીકળી ગયેલ છે. તેમજ એક વર્ષ પેલા દર્દીને બીજા હોસ્પિટલમાં મગજમાં પાણી ભરાતા તેમનું ઓપરેશન પણ કરાવેલ છે. પ્રાયમરી તેમજ ખેંચની સારવાર ઈમરજન્સીમાં કરી. દર્દીને જરૂર રિપોર્ટ કે જેવા MRI ને એ કરાવી ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીની આંચકીની સારવાર કરવા છતાં બીજા દિવસે ભાન અવસ્થામાં ફેર ન પડવાથી દર્દીનો કમરના ભાગનું પાણીની તપાસ કરવાનું નક્કી કરાયું હતું. જેની તપાસ કરતા જણાયું કે તેમને જીવાણુંનો ચેપ છે. કમરના પાણીમાં રિપોર્ટ મુજબ સારવારમાં ફેરફાર કરતા દર્દીને બેભાન અવસ્થા ધીમે, ધીમે સુધરવા લાગી હતી અને આજે દર્દી ભાનમાં તેમજ ચાલતા ફરતા છે. આથી દર્દીને હસતા મો એ આયુષ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!