મોરબીની સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતા લાયન્સ કલબ ઇન્ટરનેશનલ મોરબી શહેરના નવા પ્રમુખ તરીકે હરખજીભાઇ ટી.સાવરીયાની નિમણુંક કરવામાં આવી છે. ત્યારે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા શ્રી પરશુરામ ધામ મોરબી ખાતે લાયન્સ કલબ ઇન્ટરનેશનલ મોરબી શહેરના નવા નિમાયેલા પ્રમુખ હરખજીભાઇ ટી. સાવરીયાનું શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ડો.અનિલભાઈ મેહતા, ભુપતભાઈ પંડ્યા, એન.એન. ભટ્ટ, હસુભાઈ પંડ્યા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.